WELCOME

"આ શાળાને સુંદર અને આકર્ષક બનાવવામા દિલિપભાઇ મોઢવાડીયા,રાજાભાઇ ઓડેદરા અન્ય દાતાશ્રીઓ તથાં શાળાના શિક્ષિકા શ્રી કિર્તીબેન રતનધારાને ખૂબ ખૂબ અભિનન્દન." શિક્ષણ ક્ષેત્ર નાઆ બ્લોગમાં શિક્ષણપ્રેમી જનતાનું સ્વાગત છે. આ બ્લોગ દ્વારા આપને ખરેખર જે સ્વપ્ન ની શાળા કહિ શકાય એવી ડ્રીમ સ્કૂલ શ્રી કાંટેલા પ્રાથમિક શાળાનું વિહંગાવલોકન કરાવવાનો આશય રહેલો છે.

શાળાના મુલાકાતીઓ



               આજરોજ શાળાની મુલાકાતે આવેલા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ટીમ ની અમારી શાળાની મુલાકાત............... 






                 શાળાનાં મુલાકાતીઓ
       અમારી શાળાની મુલાકાતે આજ દિન સુધીમાં અનેક મહાનુભાવો આવી ગયા છે અને શાળાની પ્રગતિના તેઓ ભાગીદાર-સાક્ષી બન્યા છે. શાળાના નવ નિર્માણથી માંડીને શાળાનો વિકાસ કરવામા અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પ્રેરણા અને પ્રોત્સાહન પુરા પાડયાં છે. જેની પ્રતિતિ આ ફોટો દ્વારા થાય છે.

શાળાના મુખ્ય મુલાકાતીઓ:--- 
શ્રી રમણલાલ વોરા (પૂર્વ શિક્ષણ મંત્રી)
શ્રી મીનાબેન ભટ્ટ( પૂર્વ s.p.d. ssa Gujarat)
શ્રી બાબુભાઇ બોખીરીયા(કેબિનેટ મંત્રી ગુજરાત વિધાનસભા) 


2 comments:

  1. પોરબંદર જિલ્લાની શાળાઓમાં ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત જવાનું હોવાથી રસ્તામાં આવતી આ શાળાની મુલાકાત લેવાની તક મળી. શિક્ષકોનો ઉત્સાહ, વિદ્યાર્થીઓનો ઉમંગ અને સમગ્ર વાતાવરણ જોઇ ખુબ જ આનંદ થયો. ડ્રીમ શાળાની મુલાકાત લેતાં એવું ડ્રીમ મને આવે છે કે રાજ્યની (દેશની પણ) તમામ શાળાઓ આવી હોય ! શુભેચ્છાઓ.

    ReplyDelete
  2. આજરોજ તા. ૨૨-૧૧-૨૦૧૪ ના રોજ ડ્રીમ સ્કુલ શ્રી કાંટેલા પ્રાથમિક શાળા, મુ. કાંટેલા, તા.જિ. પોરબંદરની ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લીધેલ છે. આ શાળાની ભૌતિક સુવિધાઓ, શાળા બિલ્ડીંગ બાળકો માટે "Learning by Doing" માટે ઉત્તમ છે. શાળા આચાર્યશ્રીની દૃષ્ટિ અને નિષ્ઠા થકી આ શાળામાં બાળકોને ઉત્તમ સુવિધા, શિક્ષણ અને કેળવણી મળે છે. બીજી શાળાના શિક્ષકો, બાળકો તથા આચાર્યશ્રીઓ માટે દર્શનીય, બોધપાઠ લેવા જેવી છે.

    ReplyDelete