WELCOME

"આ શાળાને સુંદર અને આકર્ષક બનાવવામા દિલિપભાઇ મોઢવાડીયા,રાજાભાઇ ઓડેદરા અન્ય દાતાશ્રીઓ તથાં શાળાના શિક્ષિકા શ્રી કિર્તીબેન રતનધારાને ખૂબ ખૂબ અભિનન્દન." શિક્ષણ ક્ષેત્ર નાઆ બ્લોગમાં શિક્ષણપ્રેમી જનતાનું સ્વાગત છે. આ બ્લોગ દ્વારા આપને ખરેખર જે સ્વપ્ન ની શાળા કહિ શકાય એવી ડ્રીમ સ્કૂલ શ્રી કાંટેલા પ્રાથમિક શાળાનું વિહંગાવલોકન કરાવવાનો આશય રહેલો છે.

દાતાશ્રીઓ વિશે

સેવાની સુવાસ .......... 
   શાળાના મુખ્ય દાતાશ્રી વિશે..........           

                                                 

    શ્રી દિલિપભાઇ મસરીભાઇ મોઢવાડિયા



                                  શ્રી દિલિપભાઇ મસરીભાઇ મોઢવાડિયાનો જન્મ કાંટલા ગામની સીમવીસ્તારમાં ઇ.સ. ૧૯૫૯ માં થયો. પરિવારમા ત્રણ બહેનોના બાદ જન્મ થયો હોવાથી પરિવાર્માં ખૂબ જ લાડ્કા દિલિપભાઇનું હુલામણુ નામ ભિખુભાઇ છે. હાલ પણ કાંટેલા ગામના લોકો તેમને પ્રેમથી ભિખુભાઇ કહીને જ બોલાવે છે. તેમણે ધો. ૧૦ સુધીનો અભ્યાસ પોરબંદર માં જ કરેલ છે. ઇ.સ. ૧૯૭૯ માં આફ્રિકાના રહેવાસી તથા પોરબંદરમાં આર્ય કન્યા ગુરૂકુળમાં અભ્યાસ કરેલ શ્રી લીલુબેન અરજનભાઇ ઓડેદરા સાથે લગ્ન થયા બાદ ઇ.સ.૧૯૭૯ માં એક વર્ષ માટે U.K.  ગયા. ત્યાં તેમણે Jeans ગારમેંટ નો વ્યવસાય કર્યો. ત્યારબાદ વતન પરત ફરી દસ વર્ષ માટે ભારત્માં રહ્યા તથાં વતનના ગામ કાંટેલામાં ખેતી કરી સાથે-સાથે સામાજીક કાર્યો કર્યા. આ દસ વર્ષ દરમિયાન  તેઓએ ગામના સરપંચ તરીકે કામગીરી કરી અને સૌથી નાની ઉંમરે સરપંચ બનવાનુ બહુમાન મેળવ્યુ. ઇ.સ. ૧૯૮૯ માં તેઓ  U.K. ગયા. ત્યાં પણ તેઓએ Jeans ગારમેંટ નો વ્યવસાય ખૂબ જ સફળતા પૂર્વક ચલાવ્યો.
                                         સ્વભાવે ખૂબ જ નમ્ર અને બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા શ્રી દિલિપભાઇ ઇ.સ. ૨૦૦૫-૦૬ માં ભારત પરત ફર્યા બાદ પોતાના વતન કાંટેલા ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલત જોતા શિક્ષણપ્રેમી દિલિપભાઇએ શાળાનું નવ નિર્માણ કરવાનું સ્વપ્ન સેવ્યું. આ સ્વપ્નની પુર્તી માટે દિર્ઘદ્રષ્ટિવાળા,ખંતિલા તથા ઉત્સાહિ દિલિપભાઇએ ગામમાં વ્યક્તિગત ઘરની મુલાકાત લઇ ગામમાંથી રૂ.૮૬૦૦૦ નો ફાળો કરી બાકીનો ઘટતો ખર્ચ આપવાની જાહેરાત સાથે શાળાના બાંધકામ્નું કામ શરૂ કર્યુ. તેમના પ્રયત્નોથી શાળાના કુલ ૯ રૂમ માટે S.S.A.M. અંતર્ગત ગ્રાંટ મળેલ છે. આ ઉપરાંત તેઓએ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સ્ટેજની જરૂરિયાત હોવાથી સ્વખર્ચે સ્ટેજ બંધાવી આપેલ છે. તથા રેમ્પ રેલિંગ અને સેનીટેસન ની વ્યવસ્થામાં ઘટતો ખર્ચ આપેલ છે. 
                                હાલ સાવ જુની સામાન્ય શાળાના સ્થાને પોરબંદર જીલ્લાની મોડેલ શાળા Dream SchooL બનાવવામાં દિલિપભાઇ ની દિર્ઘદ્રષ્ટિ,વ્યવહાર કુશળતા તથા રાત દિવસ હાજર રહી ભૂતકાળમા કોઇ શાળાનુ6 ન થયુ હોય એવું શાળાનું બાંધકામ કરવામાં તથાં ટૂંકી જગ્યામાં વ્યવસ્થિત શાળાનું મકાન બનાવવાનું શ્રી દિલિપભાઇને આભારિ છે. 
                            આ ઉપરાંત તેઓએ શાળામાં જગ્યાથી માંડીને અસંખ્ય નાના મોટા દાન આપેલ છે. જેની પ્રતિતિ આપ આ જ બ્લોગ માં Foto Galary માં જોઇ શકો છો. હાલ માં જ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટેના રંગમંચ ની ઉપર લોખંડ શેડ લગાવવાના કામમાં ઘટતા રૂ. ૨૦૦૦૦ થી ૨૫૦૦૦ પોતે આપવાના છે. હાલ મા તેઓ પોરબંદર સ્થાઇ થયા છે અને સુદામા રોડ પર આવેલી HOTEL AZURA ના માલીક છે. 
                                    શૈક્ષણિક પ્રગતિના ક્રાંતિકાળ સમા આ યુગમાં સર્વસાથે કદમ મિલાવી રચનાત્મક પ્રવૃતિઓથી વાકેફ રહી સમાજમાં ઉદાહરણીય તથાં અવર્ણનીય સર્જન કરવા બદલ પ્રસિધ્ધ કવિ મકરંદ દવેની કાવ્ય પંક્તિ દ્વારા શ્રી દિલિપભાઇ માટે હ્રદયની લાગનીઓ વ્યક્ત કરીએ. 

                                     અમે તો જઇશુ અહીંથી પણ, 
                                                   આ તમે ઉડાડયો ગુલાલ રહેશે. 
                                    ખબર નથી કે શું કરી ગયા પણ, 
                                                  તમે કરી ગયા તે કમાલ રહેશે. 
                                     આ જીવન ભુજા ઉઠાવી કહે છે, 
                                                 તમે જલાવી છે, મશાલ એ હમેંશા જલતી રહેશે.





      શ્રી રાજાભાઇ મેરામણભાઇ ઓડેદરા

નામ :- શ્રી રાજાભાઇ મેરામણભાઇ મોઢવાડીયા

જન્મ તારીખ :- ૩-૩-૧૯૪૬

જન્મ સ્થળ:- ખાપટ-પોરબંદર

અભ્યાસ :- ૧૦ ધોરણ

વ્યવસાય :- ખેતી

       રાજાભાઇ બાહરીયાના આદરણીય નામથી ઓળખાતા શ્રી રાજાભાઇ મોઢવાડીયાનો જન્મ પોરબંદર જીલ્લાના ખાપટ વિસ્તારમાં થયો છે. તેમણે પ્રાથમિક તથાંમાધ્યમિક શિક્ષણ પોરબંદર જીલ્લાઓની શાળાઓમાં લીધેલ છે.  જેમને વર્તમાન સમયના સેવાના સાક્ષાતમૂર્તિ કહી શકાય એવા શ્રી રાજાભાઇએ કાંટેલા પ્રાથમિક શાળા તથા આજુ બાજુના વિસ્તાર્ની લગભગ ૧૮ જેટલી શાળાઓમાં શિક્ષણ પ્રત્યે અનન્ય યોગદાન આપી લોકોના દિલમાં એક અનોખુ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

      ઇ.સ. ૧૯૬૫ હી કાંટેલા મા સીમવિસ્તાર્માં સ્થાયી થયેલા શ્રી રાજાભાઇ હાલ કાંટેલા મા ખેતીનો વ્યવસાય કરે છે. તેમના પરિવાર્મા તેમના ધર્મપત્ની શ્રીમતિ જેઠિબેન, બે પુત્રો તથાં એક પુત્રીનો સમાવેશ થાય છે. તેમના બન્ને પુત્રો હાલમાં ન્યુજિલેંડ્મા સ્થાયી થયેલ છે. શ્રી રાજાભાઇએ કાંટેલા ગામમાં સ્થાયી થયા બાદ પોરબંદર તથાં જામનગર ખાતે ૧૦ વર્ષ સુધી કોંટ્રાક્ટર નું કામ પણ કરેલ છે.

      હાલ નવનિર્માણ પામેલી કાંટેલા પ્રાથમીક શાળામાં ઇ.સ. ૨૦૦૦ ની સાલથી સમર્પિત થયેલ છે. તેઓના સહયોગથી સાવ સામાન્ય એવી શાળામાં શૈક્ષણિક સાધનો શાળાને ઘટતું ફર્નિચર,પાણીનો ટાંકો,વિદ્યાર્થિઓ માટે બેંચિસ વગેરેની સુવિધા કરવામા આવેલિ છે. તેમજ શાળાની દરેક બાબતમાં ઉંડો રસ લઇ શાળાના વિકાસને પ્રોત્સાહન આપેલ છે.
 

No comments:

Post a Comment